નાગરિક અધિકાર અભિયાન : 02-10-2017

પૂ. મહાત્મા ગાંધીના જન્મદિને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રેરિત નાગરિક અધિકાર અભિયાનના નેજા હેઠળ સરદારબાગ, લાલ દરવાજા અમદાવાદ ખાતે ધરણા-સંમેલનને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી દિપકભાઈ બાબરિયાએ જણાવ્યું હતું કે, ફીક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટસોર્સિંગના નામે ગુજરાતની ભાજપ સરકાર યુવાનોનું શોષણ કરી રહી છે. રાજ્ય સરકાર, મ્યુ. કોર્પોરેશન બોર્ડ, નિગમોમાં કોન્ટ્રાક્ટ/આઉટસોર્સિંગથી વર્ષોથી કામ કરનાર કર્મચારીઓ, AMTSના ડ્રાઇવર/કંડકટર, NHMના કર્મચારીઓ, મ્યુ. સ્કુલ બોર્ડના સફાઈ કામદારો, આશાવર્કર, આંગણવાડીની બહેનો તથા વર્ગ 3/૪માં વર્ષોથી કામ કરતા કર્મચારીઓનું સતત શોષણ થઇ રહ્યું છે અને તેમને તેમના કામ સામે નજીવું વેતન ચુકવવામાં આવે છે. ગુજરાતની ભાજપ સરકાર ગરીબ અને મધ્યમવર્ગના યુવાનોને કોન્ટ્રકટપ્રથા, આઉટ સોર્સિંગ અને ફિક્સ પગાર પ્રથાના નામે શોષણ કરી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note