નવેમ્બર-૨૦૧૬માં યોજાયેલ જીલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા સામાન્ય અને પેટા ચૂંટણી : 29-11-2016
નવેમ્બર – ૨૦૧૬ માં યોજાયેલ જિલ્લા પંચાયતની ૭ બેઠકો, તાલુકા પંચાયતની ૧૫ બેઠકો અને નગરપાલિકાની ૧૮ બેઠકો પેટા ચૂંટણી, વાપી અને કનકપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ગોંડલ તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણીઓના પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પેટા ચૂંટણીમાં જુજ બેઠકોના પરિણામોએ સ્થાનિક સમીકરણો અનુસાર હોય છે. મોટા ભાગે પેટાચૂંટણીના પરિણામ સત્તાધારી પક્ષની તરફેણમાં આવતા હોય છે. ચૂંટણી દરમ્યાન વાપી નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પર જીવલેણ હુમલા થયા હતા. ગોંડલ તાલુકા પંચાયતમાં ચૂંટણી દરમ્યાન ફોર્મ પરત ખેંચવા ધાક-ધમકી-ગુંડાગીરી અને ચૂંટણી પ્રચારમાં પણ ભયનું વાતાવરણ ભાજપ સરકારે ઉભું કર્યું હતું. સત્તા મેળવવા માટે ભયનું વાતાવરણ ઉભું કરનાર ભાજપ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પરેશાન કરવાનું બંધ કરે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો