નવી શરતની જમીનોને સામે ચાલીને જુની શરતની કરી આપવાની સ્પષ્ટ જોગવાઈઓ 07-10-2016
સરકારશ્રીના મહેસૂલ વિભાગના પરિપત્ર ક્રમાંક નશજ-૧૦૯૯/૩૫૨૧-જ, તા.૧૯/૧૦/૨૦૦૦ થી નવી શરતની જમીનોને સામે ચાલીને જુની શરતની કરી આપવાની સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતા પણ ફરીવાર નવી બોટલમાં જુનો દારૂ પીવડાવીને ખેડૂતલક્ષી નિર્ણય લીધો હોવાની જાહેરાતોનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે બહુ મોટો નિર્ણય કર્યો હોય તેમ ગાઈ વગાડીને વાતો કરી રહી છે પણ, હકીકતમાં નવી શરત અને જુની શરતને લગતા સરકારના ભોપાળાયુક્ત પરિપત્ર વિશે ઉંડાણથી જણાવવાની જરૂર નથી. ૨૦૦૦ ની સાલમાં સરકાર દ્વારા નવી શરતની જમીનને જુની શરતમાં ફેરવવા બાબતે સ્થાયી સુચનાઓ આપેલ હોવા છતા આજ ૧૬ વર્ષેય તેનો અમલ નથી થયો અને હવે એકની એક જાહેરાત ફરીવાર કરીને ખેડૂતોની આંખોમાં ધુળ નાંખવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
નોંધ – આ સાથે ૧૯/૧૦/૨૦૦૦ ના રોજ મહેસૂલ વિભાગ, ગુજરાતનો પરિપત્રની નકલ સ્વયં સ્પષ્ટ છે. જે સામેલ છે.