નવા વરાયેલા પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા આગામી ૪થી એપ્રિલ, ૨૦૧૮ બપોરે ૪-૦૦ કલાકે, પ્રદેશ પદભાર સંભાળનાર છે : 03-04-2018
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નું સુકાન ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાને પ્રદેશ પ્રમુખ તરીકે સોંપ્યુ છે. નવા વરાયેલા પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા ૪થી એપ્રિલ, ૨૦૧૮ ને બુધવારે બપોરે ૪-૦૦ કલાકે, પ્રદેશ સમિતિમાં પદભાર સંભાળનાર છે. પદગ્રહણ સમારંભમાં એ.આઈ.સી.સી. ના મહામંત્રી શ્રી અશોક ગેહલોતજી, નવા વરાયેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી રાજીવ સાતવજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી સહિતના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો