નવસારી જિલ્લા ખાતે ‘લોક દરબાર’ : 04-06-2016
કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે નવસારી જિલ્લાના યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રજા ત્રસ્ત છે ભાજપ સરકાર ઉત્સવોમાં મસ્ત છે. નવસારીમાં સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત ભાજપ પાસે છે અને જેનો બધો જ વહીવટ એમની પાસે છે. કેન્દ્રની ૨૦૦૪ થી ૨૦૦૯ કોંગ્રેસની યુપીએ સરકાર હતી ત્યારે આ ભાજપવાળા એવું કહેતા તા કે કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતને ખૂબ અન્યાય કરી રહી છે. થપ્પડ વાળી જાહેરાતો કરતા હતા તેનું શું થયું? ગુજરાતના નામે રાજનિતી કરી સત્તા મેળવનાર ભાજપ સત્તામાં આવ્યા બાદ ગુજરાતને સતત અન્યાય કરી રહી છે. મોંઘવારીનો મારથી સામાન્ય અને મધ્યમ વર્ગની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે છતાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારના પેટનું પાણી પણ હાલતું નથી. કાળા બજારીયા અને સંગ્રહખોરો બેફામ બન્યા છે. રાજ્ય સરકારના આશીર્વાદથી પોતાના મળતીયાઓ બેફામ પણે લૂંટ ચલાવી રહ્યાં છે. ગાંધીનગરના સચિવાલયના દરવાજા સામાન્ય નાગરિકો માટે ખુલ્લા નથી. સમગ્ર સચિવાલય અને મંત્રીશ્રીઓની કચેરીઓને કિલ્લે બંધી કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ પ્રજાના પ્રશ્નો સાંભળવા-લોકો પાસે પહોંચવાના એક ભાગરૂપે લોકદરબારના માધ્યમથી અહીં આવ્યા છીએ. પ્રાથમિક શિક્ષણના ૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વાંચતા-લખતા પણ નથી આવડતું તેવી શિક્ષણની ત્રુટીઓ મુખ્યમંત્રીશ્રી પણ કબૂલી ચૂક્યા છે. ૪૫ ટકા બાળકો અને ૫૫ ટકા મહિલાઓ કુપોષણથી પીડાય છે. માનવસૂચકાંકમાં ગુજરાત છેક છેલ્લે ધકેલાઈ ગયું છે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. દારૂ-જુગારના અડ્ડાવાળા – બુટલેગરો પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કરે, હત્યા કરે, આ છે ભાજપ શાસનમાં સલામત ગુજરાત….!
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો