નવસારી ખાતે જાહેર કાર્યક્રમમાં આવી રહેલા વડાપ્રધાનશ્રીને વિકલાંગો-દિવ્યાંગો માટે સાચા અર્થમાં વિકલાંગ ધારો : 16-09-2016
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના શાસનમાં વર્ષ ૨૦૦૮ થી અખત્યાર કરેલ વિરોધી નિતી સામે રાજ્યના વિવિધ વિકલાંગોના ઉત્કર્ષ માટે સંસ્થા ચલાવતા મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન, ધરણાં અને મહારેલીના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે વિકલાંગોની વેદના સાંભળવાની પણ તસ્દી લીધી ન હતી. ત્યારે ફરી એક વખત નવસારી ખાતે જાહેર કાર્યક્રમમાં આવી રહેલા વડાપ્રધાનશ્રીને વિકલાંગો-દિવ્યાંગો માટે સાચા અર્થમાં વિકલાંગ ધારો – ૧૯૯૫ ની તમામ જોગવાઈનું પાલન કરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ફિક્સ પગારના નામે થતી સરકારી ભરતી પ્રક્રિયામાં પણ વિકલાંગો-દિવ્યાંગોને નિમણૂંક આપવામાં આવતી નથી. રાજ્યમાં વિકલાંગ ધારાની જોગવાઈ અનુસાર કાયદાની કલમ ૩૩ મુજબ ૩ ટકા પ્રમાણે ભરતી પ્રક્રિયામાં વિકલાંગો-દિવ્યાંગોને સરકારી નોકરી આપવામાં આવતી નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો