નવસર્જન તાલિમ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ વક્તા-પ્રવક્તા અને મહિલા વક્તાની તાલિમ શિબિર : 05-08-2015
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસર્જન તાલિમ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ વક્તા-પ્રવક્તા અને મહિલા વક્તાની તાલિમ શિબિરના શુભારંભ પ્રસંગે ૪૦૦ થી વધુ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ચુનંદા કાર્યકરો-આગેવાનોને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, નેતૃત્વ ઘડતરમાં તાલિમનું અનેરૂ મહત્વ છે. પક્ષના કાર્યક્રમોના પ્રચાર-પ્રસાર અને નાની નાની મીટીંગોમાં પક્ષની વાતો અસરકારકતાથી રજુ કરવી તે સમયની માંગ છે. પક્ષ તરફથી નવસર્જન તાલિમ અંતર્ગત તમામ કક્ષાની તાલિમ શિબિરો આગામી દિવસોમાં યોજાશે. જેમાં પક્ષના કાર્યકરોને તાલીમબદ્ધ કરવામાં આવશે. ભાજપ સરકારના જુઠ્ઠા પ્રચારોને સણસણતો જવાબ આપવા માટે પુરતી તૈયારી કરવી જરૂરી છે. કોંગ્રેસ પક્ષની સાચી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોચે અને ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ થાય તે રીતે તાલીમબદ્ધ થઇ જીલ્લા કક્ષાએ કોંગ્રેસ પક્ષના વક્તા-પ્રવક્તાઓ કામગીરી કરશે તેવો મને વિશ્વાસ છે. તાલિમમાં ઉપસ્થિત તમામને પક્ષ તરફથી અભિનંદન આપવામાં આવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો