નવસર્જન જનાદેશ મહાસંમેલન – ગાંધીનગર
- ભાજપવાળા એટલા ડરી ગયા કે ગુજરાતના અવાજને ખરીદવા માગે છેઃ રાહુલ ગાંધી
ગાંધીનગર ખાતે રામકથા મેદાન પર યોજાયેલા નવસર્જન-જનાદેશ સંમેલનમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ પ્રચંડ જનમેદનીને સંબોધતા પહેલા ઓ.એસ.એસ. એક્તા મંચ, ઠાકોર સેના પ્રમુખ શ્રી અલ્પેશ ઠાકોર અને તેમના હોદ્દેદારોને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષ સાથે જોડ્યા હતા. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ભાજપ શાસિત કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીના આ ગુજરાતમાં અંગ્રેજો પણ તેઓનો અવાજ દબાવી શક્યા નથી. ત્યાં આ સરકાર ગુજરાતીઓનો અવાજ ખરીદવા-દબાવવા પ્રયાસ કરી રહી છે. પણ જેટલા પૈસા લગાવવા હોય તેટલા લગાવી દો, એક કરોડ, 10 કરોડ, 50 કરોડ કે વિશ્વના બધા પૈસા લગાવી દો તો પણ તમે ગુજરાતના અવાજને દબાવી કે ખરીદી નહીં શકો.