નવસર્જન ગુજરાત : 22-07-2017
- ગ્રાન્ટેડ શાળાઓમાં ૫૦ થી ૬૦ ટકા સુધી કરવામાં આવેલ અસહ્ય અને કમરતોડ ફી વધારાનો સખ્ત વિરોધ
- ફી વધારો સત્વરે પાછો ખેંચો –
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરીત નાગરિક અધિકાર અભિયાનના અમદાવાદ શહેરના શિક્ષણ અધિકાર અભિયાનના કન્વીનર શ્રી જ્યોર્જ ડાયસ એક અખબારી નિવેદનમાં જણાવે છે કે, વર્તમાન કારમી મોંઘવારીમાં વાલીઓ પેટે પાટા બાંધીને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપતા હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૫૦ થી ૬૦ ટકાનો અસહ્ય – કમરતોડ ફી વધારો કરવામાં આવ્યો છે. જેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો