‘નવસર્જન ગુજરાત’ ના નેજા હેઠળ કોંગ્રેસની બેઠક યોજાઈ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વડોદરા ખાતે તા. ૨૫ જુલાઈએ યોજાનારી વિસ્તૃત કારોબારીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલ તથા પ્રભારી ગુરુદાસ કામત ઉપસ્થિત રહેશે. આ પ્રદેશ કારોબારી ”નવસર્જન ગુજરાત” ના નેજા હેઠળ યોજવામાં આવશેે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વેની આ મહત્ત્વની કારોબારી બેઠકમાં નવનિયુક્ત પદાધિકારીઓ, કાયમી આમંત્રિતો તથા વિશેષ આમંત્રિતો સહિત ૬૦૦ જેટલા અગ્રણી કાર્યકરો હાજર રહેશે. અરણ્ય ફાર્મ ખાતેની આ કારોબારીમાં ઉમેદવારોની પસંદગી, સ્થાનિક મુદ્દાઓ, પક્ષના સિદ્ધાંતો સહિત આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃતની ચર્ચા કરવામાંં આવશે.

ભાજપના સત્તાના માર્ગ પર હવે કોંગ્રેસ ચાલવા માગે છે

ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આગામી ગુરુર્પૂિણમા નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરુપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવશે. તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ ધર્મો- પંથના સંતો- ગુરુઓનું પૂજન અને સન્માન કરવામાં આવશે.

ચૂંટણી જીતવા ભાજપ અસામાજિક તત્ત્વોનો સાથ લે છે

છોટાઉદેપુરમાં ખનિજ માફિયા દ્વારા જિલ્લા કલેક્ટર પર હુમલો, દારૂના માફિયા દ્વારા પોલીસ અધિકારી પર હુમલો, ગોધરા પર મહિલા પર બળાત્કાર સહિતના બનાવો માટે ભાજપ જ જવાબદાર છે. ચૂંટણી જીતવા માટે ભાજપ અસામાજિક તત્ત્વોનો સહારો લે છે, જેના કારણે પોલીસ તંત્ર પણ લાચાર થઈ ગયા છે. આથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.

http://www.sandesh.com/article.aspx?newsid=3101823