“નવસર્જન ગુજરાત” થીમ આધારિત ગીત લોન્ચ : 16-11-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી આજ રોજ “નવસર્જન ગુજરાત” થીમ આધારિત ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, 1960 થી વિકાસ કૂચની શરૂઆત કરવામાં આવી હતી જે દરમ્યાન હોસ્પિટલો, પુલ, ડેમ વગેરેનું સર્જન કરવામાં આવ્યું હતું જે 1990 સુધી ચાલી હતી. આ સમયગાળામાં કોંગ્રેસ દ્વારા ગુજરાતનું સર્જન કરવામાં આવ્યું હતું. કમનસીબે છેલ્લા બે દાયકામાં ભાજપની સરકાર આવી જે સંતુલિત વિકાસ બદલે મુઠ્ઠીભર લોકોના વિકાસને પ્રાધાન્ય આપતી રહી છે ત્યારે કોંગ્રેસ ગુજરાતના વિકાસની કૂચ જ્યાંથી અટકી હતી ત્યાંથી આગળ ધપાવશે અને ગુજરાતના નવસર્જન માટે પ્રતિબધ્ધતાથી કામગીરી કરશે. રાજ્યના નાગરિકોના હક્ક અને અધિકાર માટે કોંગ્રેસ પક્ષ ફરજ બજાવશે. સામાન્ય – મધ્યમ વર્ગ માટે શિક્ષણ, રોજગાર અને પાયાની સુવિધા મળે તે કોંગ્રેસ પક્ષની પ્રાથમિકતા રહેશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ “જન આશીર્વાદ રેલી” 6 મહાનગરોમાં વિવિધ વોર્ડ દીઠ બાઈક રેલી યુવાનો નવસર્જનના નારા હેઠળ પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવશે.    

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note