નવસર્જન ગુજરાત “કિનારા બચાવો અભિયાન-બોટ યાત્રા” : 02-05-2017
માંડવી (કચ્છ)થી ઉમરગામ (વલસાડ) – તા.૦૩-૦૫-૨૦૧૭થી ત.૧૨-૦૫-૨૦૧૭
કિનારા બચાવો અભિયાન-બોટ યાત્રાનો પ્રારંભ તા.૦૩-૦૫-૨૦૧૭ બુધવારના રોજ સાંજે ૦૪.૦૦ કલાકે કચ્છ જીલ્લાના માંડવી બંદર ખાતે સાગર ખેડૂ જનસભાને સંબોધન કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન. પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી ઝંડી ફરકાવીને કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પુર્વ પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની આગેવાનીમાં માચ્છીમાર તથા વરિષ્ઠ આગેવાનો સાથે બોટયાત્રામાં સાથે જોડાશે. ૩૦ જેમાં બંદરો ઉપર અલગ-અલગ સ્થળોએ સાગરખેડૂ જનસભાને વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી અને પુર્વ મુખ્યમંત્રીશ્રી શંકરસિંહજી વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ સમિતિન પુર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, વિધાનસભા વિરોધપક્ષના પુર્વ નેતા અને ધારાસભ્યશ્રી શકિતસિંહજી ગોહીલ, પુર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડો. તુષારભાઈ ચૌધરી, સાંસદશ્રી મધુસુદન ભાઇ મિસ્ત્રી, પુર્વ સાંસદો સર્વશ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, વરિષ્ઠ આગેવાનશ્રી ગૌરવભાઈ પંડયા સહિતના આગેવાનો સંબોધન કરશે અને યાત્રામાં અનુકૂળતા પ્રમાણે જોડાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો