નવસર્જન ગુજરાત અન્વયે તાપી અને સુરત જિલ્લાના કાર્યકર્તાના મહાસંમેલન : 23-09-2015
દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને કાર્યકર્તાને જોમ, જુસ્સો અને માર્ગદર્શન પુરૂ પાડવા નવસર્જન ગુજરાત અન્વયે તાપી અને સુરત જિલ્લાના કાર્યકર્તાના મહાસંમેલનને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જુદાજુદા જુઠ્ઠા જુઠ્ઠા વચનોની લ્હાણી કરી સત્તા મેળવનાર કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારથી પ્રજાનો મોહભંગ થયો છે. નાગરિકો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે. પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે સરકાર પાસે સમય નથી. મોંઘવારીની મોટે મોટેથી બૂમો પાડનાર ભાજપ સરકારના શાસનમાં મોંઘવારીએ માઝા મુકી છે. પ્રજા ત્રાહીમામ છે. ‘અચ્છેદિન’ વાયદા શું આવા હોય? તે દેશવાસીઓ પુછી રહ્યાં છે. વિજળી મોંઘી થઈ છે. નાના નાના ઉદ્યોગો બંધ થઈ રહ્યાં છે. શિક્ષણ અતિ મોંઘુ થઈ રહ્યું છે. આરોગ્ય સેવા પડી ભાંગી છે. રોગચાળાના કારણે અનેક લોકોના મોત થઈ રહ્યાં છે છતાં સરકારનું પેટનું પાણી હલતું નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો