નવસર્જન ખેડૂત અધિકાર અભિયાન અંતર્ગત રાજ્યના ખેડૂતોના દેવા માફી, ખેડૂતોને ખેત પેદાશના ટેકાના ભાવ, સસ્તી વિજળી, સિંચાઈનું પાણી, : 19-09-2017

નવસર્જન ખેડૂત અધિકાર અભિયાન અંતર્ગત રાજ્યના ખેડૂતોના દેવા માફી, ખેડૂતોને ખેત પેદાશના ટેકાના ભાવ, સસ્તી વિજળી, સિંચાઈનું પાણી, સેટેલાઈટ દ્વારા થયેલી ખોટી માપણી રદ્દ, ખેડૂતોના હક્કની જમીન નહીં છીનવાય સહિતના મુદ્દાઓ સાથે સયુંક્ત પત્રકાર પરિષદમાં જાહેર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહભાઈ રાઠવા,  એ.આઈ.સી.સી. ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, કાર્યકારી પ્રમુખશ્રી ડૉ. તુષાર ચૌધરી, એ.આઈ.સી.સી. મંત્રી અને ગુજરાતના સહપ્રભારીશ્રી જીતુ પટવારીએ જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકાર કૃષિ ક્ષેત્રે ગુલબાંગો પોકારી રહી છે. પણ હકીકતમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ગુજરાતની ભાજપ સરકારમાં મોંઘી વીજળી, મોંઘા ખાતર, મોંઘા બિયારણ, મોંઘી જંતુનાશક દવાઓ અને સિંચાઈના પાણીની અસુવિધાના કારણે ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note