નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન – આહવા – ડાંગ

ઉનાઇ માતાજીના દર્શન બાદ ડાંગ જિલ્લાના આહવા મુકામે આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા “નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન” ના ભાગ રૂપે જાહેરસભા રાખવામાં આવેલ હતી.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. તુષાર ચૌધરી સહિતના મહાનુભાવોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો મિત્રોને આહવા ડાંગ ખાતે યોજાયેલ “નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન” જનસભાને સંબોધન કર્યું હતું