નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાનો પદગ્રહણ સમારંભ : 04-04-2018
નવા વરાયેલા પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ આજરોજ સરદાર બાગ ખાતે સરદાર સાહેબ, શ્રીમતી ઈન્દીરા ગાંધી, શ્રી રાજીવ ગાંધી અને ઈન્દુચાચાની પ્રતિમાને પુષ્પાંજલી કર્યા બાદ રેલી સ્વરૂપે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલા પદગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા. એ.આઈ.સી.સી. મહામંત્રી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજી, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને સાંસદશ્રી અહમદભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ નવનિયુક્ત પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા, નવનિયુક્ત પ્રભારી શ્રી રાજીવ સાતવજી, સેવાદળના રાષ્ટ્રીય સંગઠક શ્રી લાલજીભાઈ દેસાઈને શુભેચ્છા સંદેશ સાથે અભિનંદન પાઠવ્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો