નલીયા દુષ્કર્મ કેસમાં ખુલી રહેલાં એક પછી એક ભાજપના નેતાઓના નામો તેમ છતાં ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું : 09-02-2017

નલીયા દુષ્કર્મ કેસમાં ખુલી રહેલાં એક પછી એક ભાજપના નેતાઓના નામો તેમ છતાં ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે. ભાજપના કચ્છ જિલ્લાના આગેવાનોની પત્રકાર પરિષદમાં ભોગ બનનાર પીડીતાની તસવીર જાહેર કરીને ભાજપના નેતાઓએ સુપ્રિમ કોર્ટના આદેશની પણ અવગણના કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા ભોગ બનનાર અને સમગ્ર સેક્સ રેકેટને સળગતુ લાકડું ગણાવીને અસંવેદનશીલતાની હદ્દ ઓળંગી નાંખી છે. નલીયા દુષ્કર્મ કેસમાં તટસ્થ તપાસ થાય તો સંત્રીથી લઈ મંત્રી સુધી રેલો પહોંચે તેમ છે. ત્યારે ‘સુરક્ષિત મહિલા-સુરક્ષિત ગુજરાત’, ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ અને ‘મહિલા સશક્તિકરણ’ ની મોટી મોટી વાતો કરનાર ખુદ ભાજપ સરકારમાં પાટણ પી.ટી.સી. કાંડ, વડોદરા, દાહોદ, રાજકોટ અને હવે નલીયા દુષ્કર્મ કેસથી ભાજપના ચાલ, ચલન અને ચરિત્ર ખુલ્લા પડી ગયા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note