નલિયા દુષ્કર્મ કાંડ એ કર્યું એ સમગ્ર ગુજરાતને શર્મસાર. : 09-02-2017
- નલિયા દુષ્કર્મ કાંડ એ કર્યું એ સમગ્ર ગુજરાતને શર્મસાર.
- યુવા કોંગ્રેસ દ્વારા આજરોજ અમદાવાદ – રાજકોટ- કચ્છ – અમરેલી –ગીર સોમનાથ – મોરબી અને વડોદરામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન
- અમદવાદમાં ૩૧ કાર્યકરોની અટકાયત
- આગામી દિવસોમાં ગુજરાતના તમામ જીલ્લા – તાલુકા મથકે ઉગ્ર વિરોધ પ્રદર્શન
આજરોજ યુવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખશ્રી ગુલાબસિંહ રાજપૂતના નેતૃત્વમાં કચ્છ તથા અમદાવાદ ઠક્કરનગર ખાતે પ્રદેશ મહામંત્રીશ્રી પાર્થિવરાજ કઠવાડીયા ના નેતૃત્વમાં નલિયા નિર્ભયા દુષ્કર્મ કાંડના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું. આને સાથે રાજકોટ, અમરેલી, ગીરસોમનાથ, મોરબી અને વડોદરા ખાતે પણ ઉગ્ર વિરોધ પદર્શન કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના તમામ જીલ્લા – તાલુકા મથકે નિર્ભયાને ન્યાય અપાવવા યુવા કોંગ્રેસ કટિબદ્ધ થઇ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. બેન દીકરીઓની અસ્મિતા બચાવવા યુવા કોંગ્રેસના કાર્યકરો જેલ જવા માટે પણ તૈયાર છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો