નર્મદા યોજના અંગે ઉભી થયેલી પરિસ્થિતી : 17-06-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અને એ.આઈ.સી.સી. ના પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલે સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, નર્મદા યોજના દરવાજા બંધ કરવાના કામમાં ત્રણ વર્ષનો સમય લગાડનાર ભાજપ લાજવાના બદલે ગાજી રહ્યું છે. નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. કોંગ્રેસ પક્ષ દ્રારા નર્મદા યોજનામાં ક્યારેય રાજકારણ કરવામાં આવેલ નથી. આજે નર્મદા યોજનાના દરવાજા બંધ થયા છે તેનો સાચો યશ પર્યાવરણની મંજુરી આપનાર સ્વ. રાજીવ ગાંધી, ગુજરાતની જનતાનો અભૂતપૂર્વ સાથ અને મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારે વિસ્થાપિતો માટે જમીન આપી તેને છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો