નર્મદા મુદ્દે રાજકારણ રમતા ભાજપ સરકારનું નર્મદા જળસંકટ ગુનાહીત બેદરકારીઃ કોંગ્રેસ : 06-02-2018

  • નર્મદા મુદ્દે રાજકારણ રમતા ભાજપ સરકારનું નર્મદા જળસંકટ ગુનાહીત બેદરકારીઃ કોંગ્રેસ
  • ખેડૂતોનાં ઘરે નળમાં ઓઈલનાંબદલે પાણીનું ટીપું પણ નહીં આપનાર મુખ્યમંત્રીને સત્તા પર રહેવાનો અધિકાર નથી : ડૉ. હિમાંશુ પટેલ
  • પાણી માટે ટળવળાવનાર ભાજપ સરકાર સામે ખેડૂતો, જનતા, કોંગ્રેસ સત્યાગ્રહ કરશે

ગુજરાતનાં ખેડૂતોનાં ઘરે નળમાં ઓઈલ – તેલ આવશે તેવી બડાશો હાંકી વડાપ્રધાન બનેલાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે આ કિસાનપુત્રોનાં ખેતરોમાં નર્મદાનાં પાણીનું એક ટીપું પણ મળે નહીં તેવી ગંભીર જ નહીં, પરંતુ ગુનાહિત બેદરકારી દાખવી છે. આગામી એકાદ મહિનામાં જ ખેડૂતોસહિત ગુજરાતની જનતાનાં પાણી માટે પોકાર પડે તે પહેલાં ‘મા ગંગાને બુલાયા હૈ’ કહી વારાણસી જતાં રહેલાં પૂર્વ મુખ્યમંત્રી અને અત્યારનાં વડાપ્રધાનને ભાજપની રાજકીય જીવાદોરી સમાન નર્મદા મૈયાનાં સુકાઈગયેલાં નીર સામે જોઈ બે આસું પાડવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે લાગણીસભર અપીલ કરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note