નર્મદા બંધના સ્વપ્ન ર્દષ્ટા સરદાર સાહેબની તસ્વીરના બદલે સત્તા ભૂખ્યા અને સ્વપ્રસિધ્ધીમાં રાચતા ભાજપી નેતાઓ. : 11-09-2017
- નર્મદા રથયાત્રાનાં સ્થળોએ જ પાણી નહીં પહોંચાડનાર ભાજપ સરકારે નર્મદા મહોત્સવમાં કરોડો રૂપિયા વેડફી વિકાસનાં દરવાજા કર્યા બંધ
- નર્મદા બંધના સ્વપ્ન ર્દષ્ટા સરદાર સાહેબની તસ્વીરના બદલે સત્તા ભૂખ્યા અને સ્વપ્રસિધ્ધીમાં રાચતા ભાજપી નેતાઓ.
- નર્મદાને ખેડૂતો માટે જીવાદોરી બનાવવાનાં બદલે કેનાલમાંથી પાણી લેનારની જીવા કાપવાનું કલંકરૂપ કામ ભાજપે કર્યું છેઃ ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રસિદ્ધિ માટે કરોડો રૂપિયાનું પાણી કરી નર્મદા મહોત્સવ ઉજવી રહેલી ભાજપ સરકારે નર્મદા રથયાત્રાનાં સ્થળોએ પીવાનું પાણી અને સિંચાઈ સુવિધા પુરી નહીં પાડી સમગ્ર રાજ્યનું અહિત કર્યું હોવાનું જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે સીધો આરોપ મૂક્યો છે કે, ભાજપ સરકારે નર્મદાને ખેડૂતો માટે સાચાં અર્થમાં જીવાદોરી બનાવવાનાં બદલે નર્મદા કેનાલમાંથી પાણી લેવાને ગુનો ગણી જેલમાં પૂરવાનું કલંકરૂપ કામ કર્યું છેપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો