નર્મદાને લીધે ૧૮ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળવાને બદલે માત્ર ૩ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ : 06-09-2017
- નર્મદાને લીધે ૧૮ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળવાને બદલે માત્ર ૩ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ
- “ગુજરાતના નાગરિકોને શ્રી રૂપાણીની વાણી નહીં પરંતુ પાણી જોઈએ છે”.
- ભાજપ નર્મદાના નામે ચૂંટણી રથ દ્વારા લાજવાને બદલે ગાજી રહ્યું છે.
- ભાજપ સરકાર જાહેરાતોને બદલે જાહેર હિત પર ધ્યાન આપે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના મુદ્દે કોંગ્રેસ પક્ષ રાજનિતી કરતું નથી પરંતુ જે રીતે ભાજપ સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી નહીં અને માત્રને માત્ર જાહેરાતો જેના લીધે ગુજરાતના નાગરિકોને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે હકીકત જાહેર કરવી જરૂરી છે. પાણી વિત્તરણ અને પાણી આયોજન ક્ષેત્રે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. નર્મદા કેનાલનું નેટવર્ક ઉભું કરવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકારની પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાની યોજના ધનસંગ્રહ યોજનાનો ભાગ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો