નર્મદાના દરવાજાના નામે ભાજપનું ચુંટણી લક્ષી નાટક

  • નર્મદા યોજનાની ૪૩૦૦૦ કી.મી.ની કેનાલનું કામ ન કર્યું હોવાથી ગુજરાતને ન કલ્પી શકાય તેવું નુકશાન.
  • નર્મદાના દરવાજાના નામે ભાજપનું ચુંટણી લક્ષી નાટક.
  • દરવાજા બંધ કાર્ય વગર ગુજરાતના હિસ્સાનું ૯ એકર મિલયન ફીટ પાણી ઉપલબ્ધ છે પરંતુ કેનાલના કામો ન કર્યા હોવાથી પાણી દરિયામાં જાય છે.
  • કોંગ્રેસની સરકારોએ માત્ર સાત વર્ષમાં નર્મદા યોજનાના ડેમના અતિમુશ્કેલ કામો કરી આપ્યા હતા જ્યારે ભાજપની સરકાર ૨૨ વર્ષ પછી પણ કેનાલ નથી બનાવી શકી.
  • કોંગ્રેસની સરકારે માત્ર સાત વર્ષમાં ડેમનું માટી કામ ૧૦૦%, મુખ્ય કેનાલનું કામ ૯૦% અને ડેમના પાયાથી લઈને ફ્લુઈઝ ગેઇટ બંધ કરવાનું અતિમુશ્કેલ કામ પણ કરેલ.
  • નર્મદા યોજનાનો વિરોધ કરનાર ભાજપના મુખ્યમંત્રીઓને ઉપસ્થિત રાખી ગુજરાતની જનતાનું અપમાન કરવામાં આવ્યું છે.

 

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના મુદ્દે કોંગ્રેસ પક્ષ રાજનિતી કરતું નથી પરંતુ જે રીતે ભાજપ સરકાર દ્વાર કોઈ નક્કર કામગીરી નહી અને માત્રને માત્ર જાહેરાતો જેના લીધે ગુજરાતના નાગરિકોને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળતો નથી. ભારતની પાંચમા નંબરની મોટી નદી નર્મદા ગુજરાત માટે માત્ર નદી જ નહીં પણ સંસ્કૃતિ, સંસ્કાર તથા આર્થિક સફળતા માટેની જીવાદોરી છે. ત્યારે ગુજરાતની જનતા સમક્ષ હકીકતો રજૂ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, નર્મદા યોજનાના દરવાજાના નામે ભાજપની સરકાર માત્ર નાટક કરે છે. નર્મદા યોજનામાંથી ગુજરાતના ભાગે આવનાર ૯ એકર મિલિયન ફીટ પાણી વર્ષોથી ઉપલબ્ધ છે. પરંતુ ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીના કારણે ૪૩૦૦૦ કી.મી.ની નર્મદાની કેનાલ, માઈનોર, સબ માઈનોર તથા ફિલ્ડ ચેનલ બની નથી પરિણામે નર્મદાનું પાણી દરિયામાં જાય છે અને ગુજરાતના ખેડૂતોને નર્મદાનું પાણી મળતું નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note – Gujarati