નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય સ્તર પર મોટા નેતા બનવાની લાલસા ભારતને મોંઘી પડી છે: કોંગ્રેસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય સ્તર પર મોટા નેતા બનવાની લાલસા ભારતને મોંઘી પડી છે. કોંગ્રેસે જણાવ્યું છે કે મોદી સરકારની અસ્પષ્ટ પાકિસ્તાન નીતિને કારણે ભારતીય રાજકીય લાભ લેવાની તક ગુમાવી દીધી છે અને પાકિસ્તાનને બંને દેશો વચ્ચેની વાતચીતનો એજન્ડા નક્કી કરવાની પરવાનગી આપી દીધી છે.
કોંગ્રેસના સંચાર વિભાગના પ્રમુખ રણદીપ સિંહ સુરજેવાલાએ પાર્ટીના મુખ્યાલયમાં માહિતી આપી છે કે પાકિસ્તાને એકતરફી શાંતિવાર્તા અટકાવી એ જ પુરાવો છે કે તેણે ભારત સાથે છેતરપિંડી કરી છે. આ પહેલાંની સરકારે પાકિસ્તાનને આખી દુનિયામાં અલગ પાડી દીધું હતું પણ મોદી સરકારે આ તમામ પ્રયાસો પર પાણી ફેરવી દીધું છે.
રણદીપ સિંહે વધારે આરોપ મૂક્યો છે કે ‘ભારત પાડોશી દેશો સાથે વાતચીત કરીને વિવાદોનો ઉકેલ કાઢવાના પક્ષમાં છે પણ મોદી સરકારના શાસનમાં ભારતનો પક્ષ નબળો પડ્યો છે. મોદી આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાને મોટા નેતા સાબિત કરવા માગે છે. આ માટે પાકિસ્તાનને લાભ આપીને ભારતે તક ગુમાવી દીધી છે.’
http://www.sandesh.com/article.aspx?newsid=3248479