નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધીની સરકારમાંથી પાઠ ભણવો જોઈએ

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ફરી એકવાર તાજેતરની સરકાર અને વડા પ્રધાનની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. તેમણે મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, વર્તમાન સમયમાં મોદી સરકાર જે રીતે કામ કરી રહી છે તે અયોગ્ય છે. વડા પ્રધાન મોદી દ્વારા લાવવામાં આવેલા આર્િથક સુધારા સાવ દિશાવિહીન છે. તેનાથી દેશને કે લોકોને કોઈ ફાયદો થવાનો નથી. વર્તમાન સરકાર કરતાં આ પહેલાંની કોંગ્રેસ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને આર્િથક સુધારા વધારે યોગ્ય હતા. મોદીએ તેમાંથી અને ખાસ કરીને ઈન્દિરા ગાંધી અને નેહરુની સરકારની નીતિઓમાંથી બોધપાઠ લેવો જોઈએ.

નહેરુ-ઈન્દિરાના શાસનમાં થયો ખેતીનો વિકાસ

પૂર્વ વડા પ્રધાને જણાવ્યું કે, દેશના ઈતિહાસ પર નજર કરશો તો ખ્યાલ આવી જશે કે, ઈન્દિરા ગાંધીએ દરેક તબક્કે દેશનો વિકાસ કર્યો હતો. નેહરુ અને ઈન્દિરા ગાંધીના સમયમાં જ દેશમાં ખેતીનો વિકાસ થયો હતો. દેશની વર્તમાન સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે વડા પ્રધાન મોદીએ ભૂતકાળના વડા પ્રધાનોની કામગીરીનું નિરીક્ષણ કરીને તેમાંથી બોધપાઠ લેવો જોઈએ. પૂર્વ પાકિસ્તાનના મુદ્દાનો ઉકેલ લાવવા ઈન્દિરા ગાંધીએ યોગ્ય કૂટનીતિનો આધાર લીધો હતો અને તેના કારણે જ અટલ બિહારી વાજપેયીએ તેમને દુર્ગા કહ્યા હતા. ઈન્દિરા ગાંધીએ જ દેશમાં ગરીબી હટાવો ઝુંબેશ શરૂ કરી હતી.

http://www.sandesh.com/article.aspx?newsid=3178567