નબળી રૂપાણી સરકારે કોંગ્રેસમાં તોડફોડમાં અઢળક નાણાં ખર્ચવાને બદલે પૂરપિડીતો, : 28-08-2017

  • નબળી રૂપાણી સરકારે કોંગ્રેસમાં તોડફોડમાં અઢળક નાણાં ખર્ચવાને બદલે પૂરપિડીતો, સ્વાઈન ફ્લુ જેવી બિમારી કે પછી ઠેર ઠેર પડેલ ભૂવા-ખાડાંઓ પુરવા પાછળ વાપર્યા હોત તો, આ વિસ્તારોની કાયાપલટ થઈ જાતઃ ડૉ. હિમાંશુ પટેલ

સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્જાયેલાં નવસર્જન ગુજરાતના માહોલથી ડઘાઈ ગયેલી ભાજપ સરકારે તંત્રનાં બેફામ દુરુપયોગ સાથે કોંગ્રેસને તોડવા માટે ખૂલ્લેઆમ ખરીદ – વેચાણ બજાર શરૃ કરી દીધું હોવાનો આક્રોશ વ્યક્ત કરતાં કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ભાજપને કોંગ્રેસમય બનાવવા જિલ્લા – તાલુકા પંચાયતનાં સદસ્યોથી લઈ એક – એક ધારાસભ્ય માટે રૂપિયા એક કરોડથી પચ્ચીસ કરોડ ઉડાવી રહેલી ભાજપ સરકારે બનાસકાંઠા – પાટણનાં પૂરપિડીતો, સ્વાઈન ફ્લુ જેવી બિમારી કે પછી ઠેર ઠેર પડેલ ભૂવા-ખાડાંઓ પુરવા પાછળ આટલો ખર્ચ કર્યો હોત તો આ વિસ્તારોની કાયાપલટ થઈ ગઈ હોત.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note