“નફરત છોડો, ગાંધી સંદેશ યાત્રા” : 08-08-2018

ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ તથા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસે એક અખબારી યાદીમાં જણાવે છે કે, તા. ૦૯-૦૮-૨૦૧૮ના રોજ ક્રાંતિદિન, યુથ કોંગ્રેસ દિવસ તથા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કોચરબ આશ્રમ પાલડીથી બપોરે ૦૩:૩૦ કલાકે “નફરત છોડો” અભિયાન હેઠળ ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરેલ છે. આ યાત્રા પ્રથમ દિવસે પદયાત્રાના માધ્યમ થી કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી જશે. બીજા દિવસે સાબરમતી થી નીકળીને “નફરત છોડો, ગાંધી સંદેશ યાત્રા” ગાંધીનગર, હિંમતનગર, શામળાજી થઇ રાજસ્થાનમાં પ્રવેશ કરશે. આ યાત્રા રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં થઇ હરિયાણામાં અનેક જિલ્લાઓમાં થઇ ૧૫ ઓગષ્ટના દિવસે દિલ્હી રાજઘાટ પહોચશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note