નગરપાલિકાની ૯ અને તાલુકા પંચાયતની ૨૮ બેઠકોની યોજાયેલ પેટા ચૂંટણીના પરિણામ : 13-06-2017

આજરોજ નગરપાલિકાની ૯ અને તાલુકા પંચાયતની ૨૮ બેઠકોની યોજાયેલ પેટા ચૂંટણીના પરિણામ અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે,  ભાજપ પાસેથી ધોરાજી અને જામનગરની ધ્રોળ નગરપાલિકાની ૨ બેઠકો કોંગ્રેસ પક્ષે આંચકી લીધી છે અને દેવભૂમિ દ્વારકાની ઓખા બેઠક પર પુનઃ વિજય સાથે કોંગ્રેસ પક્ષનો નગરપાલિકાની ૩ બેઠકો પર ભવ્ય વિજય થયો છે અને તાલુકા પંચાયતની ૧૦ બેઠકો પર વિજય થયો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note