નગરપાલિકાની ચૂંટણી હવે કોંગ્રેસ પક્ષનાં નામે લડશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય કર્યો છે કે હવે નગરપાલિકાની ચૂંટણીઓ પણ પક્ષના નામે, પક્ષના સિમ્બોલ ઉપર લડવામાં આવશે. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મોટાભાગે નગરપાલિકા ચૂંટણીઓ કોંગ્રેસના જ ઉમેદવારો પરંતુ નાગરિક સમિતિના નામે ચૂંટણી લડતા હતા. તાજેતરમાં યોજાયેલી જિલ્લાઓની બેઠકમાં કાર્યકરોએ એવો સૂર વ્યક્ત કર્યો હતો કે નગરપાલિકાની ચૂંટણી ભાજપ પક્ષના નામે લડે છે અને કોંગ્રેસ નાગરિક સમિતિના નામે. જ્યારે કોઈ સભ્ય ગેરશિસ્ત આચરે ત્યારે પક્ષ દ્વારા મેન્ડેન્ટ અપાયો ન હોવાથી પગલાં લઈ શકાતા નથી. જેથી નગરપાલિકાની ચૂંટણી પક્ષના નિશાન પર લડવી જોઈએ. કાર્યકરોની આ લાગણી સાથે પ્રદેશના આગેવાનો સંમત થયા છે. જેથી જે નગરપાલિકામાં કાર્યકરો પક્ષના સિમ્બોલ પર લડવાની તૈયારી દર્શાવશે ત્યાં પક્ષના નામે કોંગ્રેસ ચૂંટણી લડશે.
http://www.sandesh.com/article.aspx?newsid=3142664