નગરપાલિકાઓની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો છ બેઠક પર ભવ્ય વિજય
એપ્રિલ-૨૦૧૭માં નગરપાલિકાઓની ૧૫ બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થતાં કોંગ્રેસ પક્ષનો છ બેઠક પર ભવ્ય વિજય થયો છે સાથોસાથ પાંચ બેઠકો સત્તાધારી ભાજપ પાસેથી આંચકી લીધી છે. નગરપાલિકાની ૧૫ બેઠકોના પરિણામો બાદ પત્રકારો સાથે વાતચીતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ૧૫ બેઠકોની પેટા ચૂંટણીમાં અગાઉ માત્ર બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાની એક માત્ર બેઠક કોંગ્રેસ પક્ષ પાસે હતી. આજે જાહેર થયેલ પરિણામોમાં કોંગ્રેસ પક્ષે મહેસાણા જીલ્લાની વિજાપુર, ભાવનગર જીલ્લાની વલ્લભીપુર, મહુવા અને શિહોર, બનાસકાંઠા જીલ્લાની પાલનપુર અને ખેડા જીલ્લાની ઠાસરા નગરપાલિકા બેઠક પર વિજય મેળવ્યો છે. ઠાસરા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય કોંગ્રેસ પ્રેરિત છે જ્યાં ભાજપનો કારમો પરાજય થયો છે.
ભાજપને હંમેશા એવી શેખી મારવાની ટેવ છે કે, શહેરી વિસ્તારમાં દબદબો, પણ આજના પરિણામોએ ભાજપને સ્પષ્ટ જાકારો આપ્યો છે. કોંગ્રેસ પક્ષે ભાવનગર જીલ્લામાં નગરપાલિકા ચાર બેઠકોમાંથી ૩ બેઠકો ઉપર વિજય મેળવીને ભાજપ પાસેથી બેઠકો આંચકી લીધી છે. ભાવનગર જીલ્લામાં ભાજપ પ્રદેશ પ્રમુખ પ્રતિનિધિત્વ કરે છે. આજના પરિણામો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, મુખ્યમંત્રીશ્રી, પ્રદેશ અધ્યક્ષને જનતાએ સંદેશો આપી દીધો છે “કોંગ્રેસ આવે છે”.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note