ધો-૯ ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ, જન્મ વર્ષ બન્ને ખોટા : 28-08-2021
- ધો-૯ ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ, જન્મ વર્ષ બન્ને ખોટા દર્શાવનાર રાજ્ય સરકારની ગંભીર બેદરકારી
- મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરવાને બદલે ભ્રષ્ટ્રાચારમાં ગળાડૂબ પાઠ્ય પુસ્તક મંડળ અને શિક્ષણ વિભાગની ગુન્હાહિત બેદરકારી અંગે સખત પગલાં ભરે.
રાષ્ટ્રિય શાયર, સાહિત્યના ઉત્તમ સર્જક, સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષ વતી શ્રધ્ધાસુમન અર્પણ કરું છું, વંદન કરું છું, શત્ શત્ નમન. આઝાદી સંગ્રામમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સંબોધીને લખાયેલા પત્રો અને કાવ્યો આજે પણ ગાંધી સાહિત્યમાં અગ્રેસર છે અને આજે પણ, સૌને – નવી પેઢીને પ્રેરણા પુરી પાડે છે. રાષ્ટ્રિય શાયર – સાહિત્ય સર્જક ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિ કાર્યક્રમ આમંત્રણ પત્રિકા કવર, કાર્યક્રમના મુખ્ય સ્ટેજ બેનરમાં મહાન સાહિત્ય સર્જક, રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીનો ફોટો ગાયબ અને પ્રચાર સંદર્ભના ફોટોગ્રાફ્સ કેટલા અંશે વ્યાજબી ?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો