ધો-૧0 વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલ પરિણામ : 28-05-2018
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા આજરોજ જાહેર થયેલ ધો-૧૦ના વિદ્યાર્થીઓને અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ધો-૧૦ ના જાહેર થયેલ પરિણામમાં ગતવર્ષની સરખામણીએ ૧ ટકા જેટલો ઘટાડો થયો છે. એટલે કે, વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૫,૨૨૭ ના વધારાની સામે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ગેરરીતિના કેસોમાં વધારો થયો છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ગુજરાતી ભાષાના પરિણામની વિસ્તૃત ચકાસણી કરવાની જરૂર છે. ગણિત વિષયમાં મળતી માહિતી મુજબ મોટા પાયે ગ્રેસીંગ કરવામાં આવ્યું છે. તેમ છતાં ગણિત વિષયમાં વિદ્યાર્થીઓની પાસ થવાની સંખ્યામાં મોટા પાયે ઘટાડો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો