ધોરણ-૧૨ સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકમાં છેડછાડ અને ગંભીર ભૂલો : 01-06-2018
- કરોડો હિન્દુઓની લાગણી સાથે ચેડાં કરનાર મુખ્યમંત્રી અને ભાજપ હિન્દુ સમાજની માફી માંગે
- ભાજપા માટે શ્રી રામ ભગવાન એ સત્તાની ખુરશી પ્રાપ્ત કરવા માટેનો રસ્તો છે
- ભાજપા સરકારે પાઠ્યપુસ્તકોમાં છેડછાડ કરીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધા પર કુઠારઘાત કર્યો છે
ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ-૧૨ સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકમાં “સીતા માતાનું અપહરણ રામે કર્યું” આ પ્રકારના છેડછાડ અને ગંભીર ભૂલોથી કરોડો હિન્દુના શ્રદ્ધા અને આસ્થાને ભારે ઠેસ પહોંચી છે. ત્યારે શ્રી રામ ભગવાન પ્રત્યે આવા છેડછાડ ભરેલા પાઠ્યપુસ્તક પ્રસિદ્ધ કરનાર ભાજપ સરકારના શિક્ષણ વિભાગ અને પાઠ્યપુસ્તક મંડળ તાત્કાલિક અસરથી માફી માંગે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કહેવાતી હિન્દુવાદી સરકારે ધોરણ-૧૨ સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકમાં “સીતા માતાનું અપહરણ રામે કર્યું” આ પ્રકારના તથ્યવિહોણા અને કરોડો હિન્દુઓની લાગણી અને આસ્થા સાથે ભાજપ સરકારે ચેડાં કર્યા છે. સંસ્કૃતિની ઠેકેદાર બનીને સમગ્ર દેશના કરોડો લોકોને કઈ રીતે જીવન જીવવું, કેવા કપડા પહેરવા સહીત કઈ રીતે અભ્યાસ કરવો તેવી સુફિયાણી સલાહ આપનાર ભાજપા સરકારના શાસનમાં જ સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકમાં જ આ પ્રકારની છેડછાડ અંગે ભાજપના શાસકો લાજવાને બદલે ગાજી રહ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો