ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારા ના નિધન અંગે ઘેરા શોકની લાગણી : 14-03-2022

અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પક્ષના સિનિયર ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારા ના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, છેલ્લી પાંચ ટર્મથી ભિલોડા વિધાનસભા બેઠક ઉપર પ્રચંડ બહુમતીથી કોંગ્રેસમાંથી ચૂંટાઇ આવનાર પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. અનીલ જોષીયારા એકમાત્ર એવા ધારાસભ્ય હતા. સેવા ભાવનાથી વરાયેલા વ્યવસાયે સફળ તબીબ સ્વ. અનિલ જોષીયારા પ્રજાપ્રિય અને જમીન સ્તરે લોકોની વચ્ચે જઈને સતત કામ કરતા હતા. ખુબ શાંત અને સરળ સ્વભાવની સાથે ખુબ સાદગીથી જીવન જીવતા હતા. વિધાનસભામાં વિસ્તારના પ્રશ્નો અંગે અભ્યાસપૂર્ણ, તર્ક બધ્ધ દલીલો સાથે જનસમસ્યાને વાચા આપતા હતા. મિલનસાર સ્વભાવ, નાનામાં નાના લોકો વચ્ચે વાતચીત કરી સામાન્ય લોકોની વાત સાંભળવી તેમનો આગવો સ્વભાવ હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note
Anilbhai Joshiyara