દ્વારકા ખાતે આયોજીત ત્રીદિવસીય ચિંતન શિબિરનાં પ્રથમ દિવસ : 25-02-2022

દ્વારકા ખાતે આયોજીત ત્રીદિવસીય ચિંતન શિબિરનાં પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ પક્ષનું શિર્ષત્વ નેતૃત્વએ ભગવાન દ્વારકાધીશની પૂજા – અર્ચના કરી આશીર્વાદ લીધા. ગુજરાતના તાલુકા – જીલ્લામાંથી ૫૦૦થી વધુ ડેલીગેટ શિબિરમાં જોડાયા હતા. કોંગ્રેસની ચિંતન શિબિરના પ્રથમ દિવસે યુક્રેન – રશિયા યુદ્ધ મુદ્દે ઠરાવ પસાર કરાયો, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની પરિસ્થિતિ નાજુક છે ત્યારે યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી અને ભારતીયોની ચિંતા કરી તમામને સલામત પરત લાવવા માટે સરકાર વ્યવસ્થા કરે તેવો ઠરાવ પસાર કર્યો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note