દેશમાં “મોદી ગુજરાત મોડેલની પોલ ખુલી છતાં ભાજપ મોદીને ભગવાન કહી વ્યક્તિપૂજાની હદ વટાવી નાંખી : 21-03-2016
- દેશમાં “મોદી ગુજરાત મોડેલની પોલ ખુલી છતાં ભાજપ મોદીને ભગવાન કહી વ્યક્તિપૂજાની હદ વટાવી નાંખી.
- મોદીનો “વિકાસ” ક્યાં ખોવાયો છે? તેને શોધવા હવાતીયા મારતાં કેન્દ્રીય ભાજપના નેતાઓ.
- વડાપ્રધાનની નિષ્ફળતા છુપાવવા ભાજપ ધાર્મિક્તાનો સહારો લઈ રહી છે.
કેન્દ્રમાં છેલ્લા બે વર્ષના શાસન દરમિયાન ગુજરાત મોડેલને સદંતર નિષ્ફળતા મળતા ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીની વ્યક્તિ પૂજા શરૂ કરી અને ભાજપ સરકારની નિષ્ફળતાઓ ઢાંકવા વડાપ્રધાનની ખુશામત કરી ફરી એક વખત સત્તામાં ટકી રહેવાનો નિર્લજ્જ પ્રયાસ કરી રહ્યું છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં કેન્દ્રીય મંત્રી વૈંકેયા નાયડુ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરાયેલી પ્રશસ્તિ અંગે તીવ્ર પ્રતિભાવ આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર છેલ્લા બે વર્ષના શાસનકાળ દરમિયાન લગભગ તમામ ક્ષેત્રે સદંતર નિષ્ફળ ગઈ છે. તેથી ભાજપ દ્વારા વિકાસ કરવાને બદલે ફક્ત વ્યક્તિ પૂજા શરૂ કરવામાં આવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો