દેશમાં ભાજપના ૧૯ મહિનાના નિષ્ફળ શાસનથી નાગરિકોનું ધ્યાન અન્યત્ર ભટકાવવા માટે : 11-03-2016
દેશમાં ભાજપના ૧૯ મહિનાના નિષ્ફળ શાસનથી નાગરિકોનું ધ્યાન અન્યત્ર ભટકાવવા માટે વિવિધ રાજ્યોમાં ભાજપના નેતાઓ ખોટી-ખોટી અને મોટી-મોટી વાતો કરે છે પણ દેશના નાગિરકોની આશાઓ, આકાંક્ષાઓ કે જેના માટે ચૂંટણી પહેલા મોદીજીએ બહુ વાતો કરી આજે દરેકના ખાતામાં રૂા. ૧૫-૧૫ લાખ જમા થશે, ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ રૂા. ૧૫૦૦- મળશે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાશે, મોંઘવારી ઘટાડાશે, અચ્છે દિન આવશે, આ અંગે દેશના નાગરિકો જવાબ માંગે છે ત્યારે જવાબ આપવાને બદલે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ પર જુઠ્ઠા આક્ષેપો ભાજપના નેતાઓ શ્રી અનુરાગ ઠાકુર અને શ્રી ઓમ માથુર દેશની-ગુજરાતની જનતાને જવાબ આપે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો