દેશમાં પાંચ રાજ્યો ઉત્તરાખંડ, મણીપુર, ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગોવા ની ચૂંટણી પ્રક્રિયા : 04-01-2017
દેશમાં પાંચ રાજ્યો ઉત્તરાખંડ, મણીપુર, ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગોવા ની ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, લોકતંત્રમાં ચૂંટણી અને ચૂંટણી પ્રક્રિયા પર્વ સમાન હોય છે. કેન્દ્રમાં ભાજપ સરકારના ૧,૦૦૦ દિવસ બાદ દેશમાં મોંઘવારી બેફામ વધી છે. ભ્રષ્ટાચાર એ ભાજપનો શિષ્ટાચાર છે, નોટબંધીના નિર્ણય બાદ દેશમાં આર્થિક અફડા-તફડીનો માહોલ છે, દેશમાં ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. બેરોજગારીમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રની મોદી સરકાર બિનલોકશાહી હથકંડા અપનાવીને ઉત્તરાખંડમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી કોંગ્રેસની સરકારને અસ્થિર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નામદાર સુપ્રિમ કોર્ટે ભાજપના અસંવૈધાનિક પગલાંને રદ્દ કરીને મોદી સરકારને લપડાક આપી છે. પંજાબમાં અકાલીદળ – ભાજપ ગંઠબંધનની સરકારે યુવાનોને નશાના ખપ્પરમાં હોમી દીધા છે, ત્યારે ભાજપ સરકારની જનવિરોધી નિતીનો મતદાતાઓ જવાબ આપશે. કોંગ્રેસ પક્ષ પંજાબ, ઉત્તરાખંડ, મણીપુર, ગોવા અને ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણીમાં સારો દેખાવ કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો