દેશમાં દાળ મોંઘી થઈ જતાં મોદી વિદેશ જઈ દાળ ખાય છે : રાહુલ
બિહારના ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કોંગ્રસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક ચાબખાં વરસાવ્યા હતા. મોતિહારીના અરેરાજમાં પ્રચાર દરમિયાન રાહુલે જણાવ્યું કે, મોદી સરકારના રાજમાં મોંઘવારીએ માઝા મૂકી છે. દાળ તો એ હદે મોંઘી થઈ ગઈ છે કે મોદીજી હવાઈજહાજમાં બેસી વિદેશ જઈને દાળ ખાય છે. તે ઉપરાંત તેમણે જણાવ્યું કે, મોદી જે મેક ઈન ઈન્ડિયાની વાતો કરતા હતા તે બબ્બર શેર ક્યાં ગયો. તેમનો આ બબ્બર શેર હજી સુધી કોઈને નોકરી કે રોજગારી આપી શક્યો નથી. મોદીજી સત્તા પર આવ્યા ત્યારથી માત્ર વાયદા જ કરતા આવ્યા છે. તેમણે એક પણ વાયદા પૂરા કર્યા જ નથી. મારી તેમને વિનંતી છે કે, તેઓ જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરે અને કામગીરી શરૂ કરે. નીતીશકુમારે બિહારમાં સુશાસન લાવીને સ્થિતિ થાળે પાડી છે. કોંગ્રેસ સદાય તેમને સાથ આપશે.
http://www.sandesh.com/article.aspx?newsid=3150590