દેશમાં છેલ્લા ચાર વર્ષમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર, ભય વધ્યો છેઃ ડો. વિજયરંજન
ચીખલીના મજીગામ ખાતે દિનકરભવન ખાતે આજરોજ નવસારી જિલ્લા કોગ્રેસ કારોબારી સમિતિની બેઠક ગુજરાતના કો.ઈન્ચાર્જ ડો.વિજયરંજન મોહનજીતની અધ્યક્ષતામાં યોજાઈ હતી .
ગુજરાત કોગ્રેસ પાર્ટીના કો.ઈન્ચાર્જ ડો. વિજયરંજન મોહનજીએ જણાવ્યું હતું કે દેશના દરેક ખુણામાં લોકોની નજર ગાંધીના પવિત્ર ગુજરાત ઉપર છે. છેલ્લા ચાર વર્ષમાં દેશમાં બેરોજગારી ભ્રષ્ટાચાર અને ભય વધ્યો છે. દેશમાં ખેડૂતો યુવાનો અને મહિલાઓની પરિસ્થિતિ દિન-પ્રતિદિન ખરાબ થઈ રહી છે.જાતિવાદ અને ધર્મવાદનું પ્રમાણ વધી રહયું છે. ૬.પ કરોડ ગુજરાતીએ નકકી કરવાનું છે કે તેમણે ગાંધીજીની વિચારધારા જોઈએ છે કે તેમણે ગાંધીજીના કે નાથુરામ ગોડસેની વિચારધારા જોઈએ છે. રાજયમાં ર૩ વર્ષથી કોગ્રેસ પાર્ટી સરકારમાં નથી પરતું આજે પણ રાજયમાં કોગ્રેસનો ધ્વજ બરકાર છે. નવસારી જિલ્લાના કોગ્રેસ પાર્ટીના નવા વરાયેલા પ્રમુખ સિધ્ધાર્થભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મારી ફરજ એ છે કે સૌની સાથે-સાથે ખભે-ખભા મીલાવી ચોકકસ આયોજન સાથે કામ કરવાનું છે. જે માટે કાર્યકરોના સહાકર ખુબ જરૃરી છે. પાર્ટીમાં ગૃપની વાત કરવાની જ નથી અને તે હું કદાપી ચલાવી લેવાનો નથી ૧પ દિવસની અંદર જિલ્લાની ટીમ તાલુકા કોગ્રેસના બ્લોકના પ્રમુખની યાદી તૈયાર કરી મંજુરી માટે મોકલવાની છે. જિલ્લાના બેરોજગાર માટે ફોર્મ સોપવામાં આવનાર હોવાનું જિલ્લાના બેરોજગાર માટે જૂથ કોગ્રેસ દ્વારા તેના ફોર્મ આજે અહીં ભરાવવામાં આવશે. ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે જિલ્લા પ્રમુખ સાથે ખભે-ખભા મીલાવી આપણે કામ કરવાની નેમ લેવાની છે. લોકશાહી સામે આજે દેશમાં સન્મુખત્યારશાહી ચાલે છે. તેમ છતાં તાલુકા પંચાયત પર આપણે કબજો જમાવી શકયાછે અને નવસારી તાલુકાની ૮ જેટલી બહેનો ભાજપ પાર્ટી સાથે છોડો ફાળી કોગ્રેસનો કેશ ધારણ કર્યો હતો.
http://sandesh.com/734672-2/