દેશમાં કટ્ટરવાદ માથું ઊંચકી રહ્યો છે, લોકશાહી માટે દુઃખદ ઘટના : સોનિયા ગાંધીજી

કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ બેંગ્લુરૂમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યામાં સંડોવાયેલાં લોકોને તાકીદે પકડવા કર્ણાટક સરકારને આદેશ આપ્યા છે. રાજ્યમાં શાંતિ અને લોકોની સુરક્ષા જાળવવા કર્ણાટક સરકારને તમામ પગલાં લેવા તેમણે અનુરોધ કર્યો હતો. હત્યાને વખોડીને સોનિયા ગાંધીએ ગૌરી લંકેશના પરિવાર પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, આવી હત્યાઓને ચલાવી લેવાય નહીં. ગૌરી લંકેશ નિડર હતા અને તેમનામાં લોકોની સમસ્યા માટે લડવાનો જુસ્સો હતો. દેશમાં બુદ્ધિજીવીઓ, સ્વતંત્ર વિચારકો અને પત્રકારોની જે રીતે હત્યા કરાઈ રહી છે તે દર્શાવે છે કે અસંતોષ, વૈચારિક મતભેદો અને વિચારોની અભિવ્યક્તિ આપણાં જીવનને ખતરામાં મૂકી શકે છે. આવું ચલાવી લેવાય નહીં. ભારતીય લોકશાહી માટે આ દુઃખદ ઘટના છે. અસહિષ્ણુતા અને કટ્ટરવાદ આપણા સમાજમાં માથું ઊંચકી રહ્યો છે.

Source: http://sandesh.com/country-fanatics-head-high/