દેશભરમાં કોમી એખલાસની જાળવણી અને પ્રસાર માટે રાષ્ટ્રવ્યાપી પ્રતિક ઉપવાસ : 09-04-2018
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ દેશભરમાં કોમી એખલાસની જાળવણી અને પ્રસાર માટે રાષ્ટ્રવ્યાપી પ્રતિક ઉપવાસ કાર્યક્રમના ભાગરૂપે રાજ્યના ૩૩ જીલ્લા, ૮ મહાનગરોના પ્રતિક ઉપવાસના કાર્યક્રમની વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રવ્યાપી પ્રતિક ઉપવાસના કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતના વડોદરા શહેર જીલ્લા ખાતે યોજાયેલ પ્રતિક ઉપવાસમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા જોડાયા હતા. જયારે, અમરેલી ખાતે પ્રતિક ઉપવાસમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી જોડાયા હતા. રાજ્યવ્યાપી પ્રતિક ઉપવાસમાં સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, પક્ષના પદાધીકારીશ્રીઓ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ સહિતના કાર્યકર-આગેવાનોએ દેશ અને રાજ્યમાં કોમી-એખલાસની જાળવણી થાય, પ્રેમ અને સોહાર્દપૂર્ણ વાતાવરણ એ સમયની માંગ છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. દેશની પ્રગતિ માટે પણ પ્રેમ અને ભાઈચારો અતિ જરૂરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો