દેશનો કીનારો હોય કે કચેરી ભાજપા સરકાર દેશની સુરક્ષા બાબતે સંવેદનશીલ નથી. : 17-10-2017
ગુજરાતના વર્તમાન પ્રશ્નો અને જનતાની મુશ્કેલીઓની ઉમર ૨૦ વર્ષની થવા જાય છે, એટલે કે ભાજપાનો કહેવાતો ગાંડો વિકાસ યુવાન થઈ ગયો છે, ટુંકમા હાલની ભાજપા સરકાર જનતાની લાગણી અને માંગણી સંતોષવામા સંપુર્ણ નિષ્ફળ છે. ભાજપાએ ભુતકાળની વિધાનસભાની છેલ્લી ૪ ચુંટણીમાં પોતાના ચુટણીં ઢંઢેરાના મુદ્દા ઉપર કાર્ય કરવાને બદલે માત્ર શબ્દો ઉપર કામ કર્યુ છે, આમ શબ્દોની સમજાવટથી જનતાને ભ્રમિત કરી એક યા બીજી રીતે પ્રસિધ્ધિનું હથીયાર બનાવેલ, ભુતકાળમાં અનેક એવા શબ્દોનો વેપાર કરી ભાજપાએ મત મેળવવાના સાધન તરીકે કર્યો છે જેવા કે, શાઇનીંગ ઇન્ડિયા, ડીઝીટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, છેલ્લે સર્જીકલ સ્ટ્રાઇક આવા શબ્દોથી ભાજપા સસ્તી પ્રસિધ્ધિ કરી રહી છે પરંતુ દેશની જનતા આમા કશુ પામી શકી નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો