દેશની સુરક્ષાનું મહત્વનું અંગ તેવા વાયુસેનાનું AN – ૩૨ વિમાન : 10-06-2019
દેશની સુરક્ષાનું મહત્વનું અંગ તેવા વાયુસેનાનું AN – ૩૨ વિમાન અસમ રાજ્યના જોરહાટથી ૩ જુનના રોજ ટેક ઓફ થયા બાદ આજદિન સુધી ગાયબ છે. રાષ્ટ્રવાદના નામે મત માંગનારી ભાજપની કેન્દ્ર સરકાર હવે દેશના આટલા સંવેદનશીલ અને ગંભીર મુદ્દે ચુપકીદી સાધીને બેઠી છે. દેશ માટે પોતાના જીવની બાજી લગાવવા તૈયાર થઈ જતાં દેશના જાંબાઝ જવાનો સહિત ૧૩ સભ્યો સાથેનું એરક્રાફ્ટ ગાયબ થયું છે તેના પર જવાબ આપવા ભાજપ સરકાર દેશની સામે નથી આવી. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા એરફોર્સના જવાનો સહિતના ૧૩ સભ્યો જલ્દીથી સુરક્ષિત પરત ફરે તેવી લાગણી દર્શાવી આજરોજ ગુજરાતના દરેક શહેર/જિલ્લામાં પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો