દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના આધુનિક ભારતને ઘડવાના સ્વપ્ન સમાન : 25-04-2017

દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના આધુનિક ભારતને ઘડવાના સ્વપ્ન સમાન અને ગુજરાતની જીવાદોરી સમાન સૌથી મોટી સિંચાઈ યોજના એવી સરદાર સરોવરના કામને આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોના ઓથા હેઠળ આંતરરાષ્ટ્રીય ષડયંત્રના ભાગરૂપે નર્મદા યોજનાનું કામ ખોરંભે પાડવા માટે અને વિસ્થાપિતોને વસાવવાના બહાને પોતાની છબી ચમકાવવા માટે બાબા આમટે અને મેઘા પાટકર જેવા ચળવળકારોએ મધ્ય પ્રદેશ અને ગુજરાતની સરહદ પર આવેલા ફેરકુવા ખાતે ઉપવાસ આંદોલનના બહાના હેઠળ આંદોલન ચલાવવા કોશિશ કરેલી. તત્કાલિન ચિમનભાઈ પટેલની કોંગ્રેસ સરકારે કોઈ પણ સંજોગોમાં નર્મદા યોજના બની રહેશે તેવા મક્કમ નિર્ધાર સાથે ગામે ગામથી લોકોને ફેરકુવા લઈ જઈ અને એક જનઆંદોલન ઉભુ કર્યું હતું.  ત્યારે પાણી પરિષદના નામે આ બની બેઠેલા ચળવળકારોએ અમદાવાદમાં ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર કર્યું ત્યારે એક વિદ્યાર્થી આગેવાન તરીકે અમોએ ગુજરાત બચાવો – નર્મદા બચાવો, ગુજરાતના ખેડૂત બચાવો આંદોલન માટે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કર્યું હતું. તે વખતે ફરિયાદ દાખલ થઈ હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note