દેશના પ્રધાનમંત્રી રવીવારના રોજ ‘મન કી બાત’ : 27-08-2019
દેશના પ્રધાનમંત્રી રવીવારના રોજ ‘મન કી બાત’ માં જણાવ્યું હતું કે, ‘મુખ્યમંત્રી તરીકે વર્ષ ૨૦૦૧ થી જ સિંહોની સંખ્યામાં વધારો થયો’ જન્માષ્ટમી પર્વના બીજા દિવસે અને પર્યુષણ પર્વના આગળના દિવસે દેશના પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’માં સિંહોની સંખ્યા અંગેના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ‘મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદી સને ૨૦૦૧માં સિંહોની સંખ્યામાં તેઓ સત્તા સ્થાને આવ્યા પછી જ વધારો થયો છે તે વાત સત્ય નથી.’ ૧૪મી લાયન પોપ્યુલેશન એસ્ટીમેશન રીપોર્ટ ૨૦૧૫ના પાના નં. ૯ ઉપર સને ૧૯૩૬ થી ૨૦૧૫ સુધીના વર્ષ વાર સિંહોની સંખ્યામાં સને ૧૯૬૮ થી ૨૦૧૫ સુધી દરેક વર્ષે સિંહોની સંખ્યામાં સતત વધારો થયો છે અને ૧૯૬૮ પછી એક પણ વર્ષમાં સિંહની સંખ્યામાં ઘટાડો થયો નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો