દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ અછતગ્રસ્તનો વાસ્તવિક ચિતાર રજુ કરતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા : 21-05-2019

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ અછતગ્રસ્તનો વાસ્તવિક ચિતાર રજુ કરતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ અછતગ્રસ્તનો વાસ્તવિક ચિતાર રજુ કરતા જણાવ્યું હતું કે, 1 ડિસેમ્બર 2018 થી કલ્યાણપુર અને દ્વારકા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરેલ છે તેમ છતા 6 મહિનાના વાણા વીતી જવા છતાં અછતગ્રસ્ત નો અસરકારક અમલ ક્યાંય જોવા મળ્યો નથી અછતગ્રસ્તના બધા જ નીયમો માત્ર કાગળ પર અમલ થતો હોય તેમ સામે આવ્યું છે જમીન માપણી કૌભાંડ, પાકવીમા કૌભાંડ, મગફળી કૌભાંડ, બરદાન કૌભાંડ, તુવેર કૌભાંડ, ખાતર કૌભાંડ, નકલી બિયારણ કૌભાંડ, બાદ અછતગ્રસ્ત સમયે ઘાસચારા અને પાણીનું કૌભાંડ સામે આવે તેવું લાગી રહ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note