દેવભૂમિ દ્વારકા ખાતે કોંગ્રેસ પક્ષની રાજ્ય સ્તરીય ત્રીદિવસીય ચિંતન શિબિરમાં અંતિમ દિવસે : 27-02-2022

દેવભૂમિ દ્વારકા ખાતે કોંગ્રેસ પક્ષની રાજ્ય સ્તરીય ત્રીદિવસીય ચિંતન શિબિરમાં અંતિમ દિવસે ઉપસ્થિત ૫૦૦ થી વધુ ડેલીગેટ સમક્ષ પ્રવર્તમાન સમસ્યાઓ, જનતા લક્ષી મુદ્દાઓ અને કોંગ્રેસ પક્ષના અભિગમ અંગે સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા ભારે હાલાકી ભરી સ્થિતિનો સામનો કરી રહી છે. સત્તા પ્રાપ્ત કર્યા બાદ ભાજપે માત્ર ઠાલા વચનો આપ્યા. પરતું તેની નીતિ સદંતર પ્રજા વિરોધી રહી સમાજના વિવિધ વર્ગોને તાકાત આપવાનું કામ કરાવાને બદલે આ સમુદાયને તોડવાનું કામ થયું. ભાજપ દ્વારા ભ્રષ્ટાચારનું સંકલિત કેન્દ્રીકરણ કરવામાં આવ્યું અને વહીવટીતંત્ર ઉપર સત્તાધારી પક્ષ એટલી હદે હાવી થઇ ગયો છે કે સામાન્ય માણસ હાંસિયામાં ધકેલાઈ ગયો છે. મોઘવારી, શિક્ષણ, ખેડૂત અને ખેતી, આરોગ્ય સેવા – કોરોનામાં અણઘડ વહીવટ, કાયદો વ્યવસ્થા, ભ્રષ્ટાચાર, અર્થવ્યવસ્થા, અસલામત દરિયા કિનારો અને માછીમારો, સામાજિક  ન્યાય, શાસનવ્યવસ્થા સહિતની મુખ્ય સમસ્યાઓથી જનતાનું ધ્યાન ભટકાવાઈ રહ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note