દેવભૂમિ દ્વારકા ખાતે આયોજીત ત્રીદિવસીય ચિંતન શિબિરમાં શ્રી રાહુલ ગાંધી : 26-02-2022
ચિંતન શિબિરમાં હાજરી આપતા પહેલા દ્વારકાધીશના દર્શન કર્યા અને શીશ ઝુકાવી જનતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ દેવભૂમિ દ્વારકા ખાતે આયોજીત ત્રીદિવસીય ચિંતન શિબિરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત આવું છું ત્યારે ખૂબ સારું લાગે છે. દર વખત એ કંઈ નવું શીખવા મળે છે. કામ કરવાનો ઢંગ અનોખો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત થી જન્મી છે. વિચારધારા અને વ્યુહરચનાત્મક દિશા પણ એક મહાન ગુજરાતી મહાત્મા ગાંધી એ આપી છે. શ્રી રાહુલ ગાંધી એ પ્રશ્ન પૂછ્યો કે સત્ય ની લડાઈ લડવી છે કે અસત્ય ની? કૃષ્ણ ભગવાન મહાભારત નો પ્રસંગ જેમાં યુધ્ધ પહેલા અર્જુન અને દુર્યોધન મદદ માંગવા પહોચ્યાં ત્યારે પૂછવામાં આવ્યું કે કૃષ્ણ જોઈએ કે અક્ષણી સેના? હાલ એજ લડાઈ આપણે લડવાની છે કે આપણે સત્ય સમાન કૃષ્ણ જોઈએ છે કે અસત્ય?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો