દેત્રોજમાં શંકરસિંહની સભામાં 2000 પાટીદાર કોંગ્રેસમાં જોડાયા
અમદાવાદજિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયત ચૂંટણીમાં થોડા દિવસ બાકી રહ્યા ત્યારે વિરમગામ, માંડલ-દેત્રોજ તાલુકામાં ચુંટણી પ્રચાર કરવા કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ દેત્રોજ ખાતે કોંગ્રેસનાં ઉમેદવારોને મત આપવા લોકોને હાકલ કરી હતી. જિલ્લા પંચાયત દેત્રોજ-5 બેઠકનાં રીટાબા સોલંકી તેમ સાથે દેત્રોજ તાલુકા 2000થી વધુ પાટીદારો શંકરસિંહ વાઘેલાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. અત્રેની સભામાં ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલ, પ્રદેશ મહામંત્રી લાલજીભાઈ દેસાઈ, સુરેન્દ્રસિંહ ઠાકોર, તેમ જિલ્લા, તાલુકા ઉમેદવારો અને ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શંકરસિંહે મતદારોને સભામાં પોતાની આગવી શૈલીથી સ્થાનિકોને સંબોધતા જણાવ્યું કે ‘તમો તો ખેડૂતો છો. બિયારણની જાણકારી ધરાવો છે. ઘણી વખત બિયારણ નકામું આવતું હોય છે. ખેતરમાં વાયા પછી ઉગે નહિ ત્યારે ખબર પડે કે આપણે છેતરાઈ ગયા. 2014માં બિયારણ વાયું પણ મેળ પડ્યો નહીં, બિહાર વાળાને 15 માસમાં ખબર પડી ગઈ. પણ આપણે ગુજરાતવાળા 15 વર્ષથી છેતરાયા ત્યારે બિહારવાળા 15 માસમાં ઓળખી ગયા કે બધી જુઠ્ઠી અને ફેંકુ કંપની છે. મત અપાય નહિં. ઉપરાંત વર્ષ 2002માં ગોધરા કાંડ કરી વિજયી બન્યાં હતા. એક સમાજે બીજા સમાજ સાથે વેર રાખીને ના ચલાય. સમાજને અલગ કરીને મત લેવાય. કોઈ વિકાસનો મુદ્દો નથી, બેન-દિકરીની સલામતી નથી, કોઈ પીવાના પાણી વ્યવસ્થા નથી તેમ કહીને મતદારોને ભાજપને જાકારો આપવાનો નિર્દેશ કર્યો હતો.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-MAT-latest-ahmedabad-news-020011-3090753-NOR.html